Posted On: November 3rd 2026, 04:54 pm
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીનું સફળ ઓપરેશન!
કચ્છના શ્રમિક દંપતીની ત્રણ વર્ષની દીકરી રમતી વખતે છાતીમાં કાતર ઘૂસી જતાં ગંભીર સ્થિતિમાં મુકાઈ હતી. 29 ઓક્ટોબરની રાત્રે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પેડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોએ જટિલ ઓપરેશન કરીને જીવના જોખમ વચ્ચે કાતર સફળતાપૂર્વક બહાર કાઢી બાળકીનો જીવ બચાવ્યો.
તબીબોના જણાવ્યા મુજબ કાતર એક ઈંચ પણ ઉપર કે બાજુ ગઈ હોત તો બાળકીના જીવને જોખમ થઈ શક્યું હોત. હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવશે.
બાળકો રમતા હોય ત્યારે વાલીઓએ ખાસ સાવચેતી રાખવી : ડૉ. રાકેશ જોષી
#Ahmedabad #CivilHospital #GujaratNews #MedicalSuccess #InSeconds