9 months agoગાયક ધંધા માટે ડહાપણ રાખી ને ગાય તો શ્રોત્તાઓ પણ ડહાપણ થી જ સાંભળે, ગાયક જો મન થી ગાય તો શ્રોતાઓ પણ મન દઇ ને સાંભળે પણ પરફોર્મીંગ આર્ટ માં એક અવસ્થા એવી પણ આવે છે કે જેમાં મંચ,મ્યુઝીશ્યન્સ કે એના માણનારા હાજર હોય છતાં હાજર નથી એને સંત તુલસીદાસજી એ “ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા !” કહ્યું છે અને એમાં ગાયક પોતા નાં આતમરામ ને રાજી કરવા ગાય છે અને એ વખતે સામે શ્રોતાઓ હાજર હોય તો એ પણ માન રે મુકી ને આવો રે મેદાન માં પાન બાઇ ની અવસ્થા માં હોય છે !
