Instagram story viewer> @halol_fire_service_101> Post
8 hours ago
Co Creator: gujaratfireofficial kunwarsa_of_chihkli
1
Posted On: October 26th 2026, 12:58 pm
આજ તા.૨૬/૧૦/૨૦૨૬ ના રોજ હાલોલ તાલુકા ખાતે હાલોલથી વડોદરા તરફ જતા માર્ગ પર આવેલ નવજીવન હોટલ નજીક સીએટ (CEAT) કંપનીના ટાયરો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના ની જાણ કરતો કોલ હાલોલ ફાયર સ્ટેશન ખાતે સવારના 9.21 કલાકે આવેલ.

​રાહત અને બચાવ કામગીરી (Fire Fighting Action):
​ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક હાલોલ ફાયર સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ​અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચેલ.
પરિસ્થિતિની ગંભીરતા અને ટાયર હોવાના કારણે આગ વધુ ન પ્રસરે તે હેતુથી હાલોલ નગરપાલિકા ફાયર ટીમ, કાલોલ ફાયર ટીમ તેમજ પોલીકેબ કંપની (Polycab) ના ફાયર ફાઇટર્સ સંયુક્ત રીતે કામગીરી કરેલ હતી. ​ટાયરની આગ ઝડપથી કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટિંગ ફોમ (Foam) નો અસરકારક ઉપયોગ કરી આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.

#gujrat
#panchmahal
#firefighter
#indian
#rescue
Comments (1)
chauhanharshad190 7 hours ago

chauhanharshad190

🔥🔥🔥👏👏

More posts

back to up