Posted On: October 13th 2026, 05:39 pm
#Late post
❤️🎂 જન્મદિવસની સૌથી અમૂલ્ય ભેટ… બાળકોના ચહેરા પરનું સ્મિત! ❤️
મારા જન્મદિવસ નિમિત્તે વલસાડના નંદાવલા ખાતે આવેલી નવોદય માનસિક દિવ્યાંગ બાળકોની શાળામાં જઈને બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી. 🎂❤️
આ ખાસ દિવસને વધુ મીઠો બનાવવા માટે Delicious Bakers, વલસાડની કેક સાથે બાળકો વચ્ચે જન્મદિવસની ખુશીઓ વહેંચી. 🎂💝
બાળકો સાથે કેક કટિંગ, તેમની સાથે વિતાવેલી પ્રેમભરી પળો અને તેમના નિર્દોષ સ્મિતે મારા આ જન્મદિવસને ખરેખર યાદગાર બનાવી દીધો.
પરંતુ આ દિવસની સૌથી ખાસ ક્ષણ ત્યારે આવી, જ્યારે એક બાળકે મને ઓળખી લીધી અને કહ્યું કે, “આ તો ન્યૂઝવાળાં આંટી!” 🥹❤️
એક પત્રકાર તરીકે મારા કામની ઓળખ આટલી નાની ઉંમરના બાળકના મનમાં પણ છે, એ અનુભવ મારા માટે શબ્દોથી પર હતો. એ ક્ષણે મળેલી ખુશી અને લાગણી મારા હૃદયમાં હંમેશાં જીવંત રહેશે.
બાળકોએ પોતાના હાથે બનાવેલો ફૂલોનો બુકે 💐 અને નાનકડું બ્રેસલેટ 🎁 મને ભેટ આપ્યાં. આ ભેટો મારા માટે માત્ર ભેટ નહોતી, પરંતુ બાળકોના નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીની અમૂલ્ય નિશાની હતી.
💖 જન્મદિવસે અનેક શુભેચ્છાઓ અને ભેટો મળે, પરંતુ નિર્દોષ બાળકોના પ્રેમથી મળેલી ભેટની કિંમત જ કંઈક અલગ હોય છે!
આ દિવસની આ સુંદર ક્ષણો મારા જીવનની સૌથી યાદગાર યાદોમાંની એક બની રહેશે. 🙏❤️
કેક માટે Delicious Bakers, વલસાડનો હૃદયપૂર્વક આભાર. આ ખુશીના પ્રસંગને વધુ મીઠો બનાવવામાં આપનો સહયોગ પણ યાદગાર રહ્યો. 🎂✨
— દિશા દેસાઈ | Disha News 🎤❤️
#DishaNews #DeliciousBakers #Valsad HumanityFirst