Instagram story viewer> @apnudahod> Posts
51.5K
followers
214
following
સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો
(સાજીદ મલેક.9664939023)(અજય સાંસી.8866393610)
POSTS STORIES REELS TAGGED
Shree hanuman bajar navyuk mandal Day 6
.
.
.
.
.
.
.
.
.
#dahodnitimli❤️‍🩹😉🫂 #garbalove #dahodsmartcity🌍❤️ #dahodian #dahodlive by @apnudahod
0
2 minutes ago
Download
આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા ‘મહિલા કિસાન દિવસ’ નિમિત્તે મહિલા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે 'આત્મા પ્રોજેક્ટ' દાહોદ દ્વારા **‘મહિલા કિસાન દિવસ ૨૦૨૬’** ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારની મહિલા ખેડૂતોની ક્ષમતાવર્ધન અને કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીથી માહિતગાર કરવાના હેતુથી જિલ્લા અંદર એક દિવસીય ‘પ્રેરણા પ્રવાસ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રેરણા પ્રવાસ દરમિયાન ઉપસ્થિત મહિલા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ પ્રદર્શનીય પ્રવૃત્તિઓ, જેવી કે નૈસર્ગિક અને પ્રાકૃતિક ખેતી, કિચન ગાર્ડનિંગ (પોષણ વાટિકા), વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર), પશુપાલન અને મરઘા પાલન તેમજ કૃષિ મૂલ્ય વર્ધન (Value Addition) અંગેનું સ્થળ પર જ પ્રત્યક્ષ નિદર્શન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતી� by @apnudahod
0
an hour ago
Download
😍❤️ @hardik01._ #dahod #dahodcity #garbalovers❤️ #traditional #video taken in દાહોદ ના છીએ તો મોજ તો રેહવાની. by @apnudahod
1
an hour ago
Download
દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું કર્યું નિરીક્ષણ

દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની સઘન તપાસ કરી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દૈનિક કામગીરી અને વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત વખતે કલેક્ટરશ્રીએ OPD તથા IPD વિભાગમાં સારવાર હેઠળના દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને મળતી આરોગ્ય સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. સાથે જ, કેન્દ્ર ખાતે ચાલી રહેલા વિવિધ સરકારી આરોગ્ય કાર્યક્રમો અને યોજનાઓની અમલીકરણ સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાં સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. તેમણે કેન� taken in Dahod, Gujrat by @apnudahod
0
an hour ago
Download
દાહોદની દોલતગંજ કન્યા શાળામાં ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ યોજાઈ

દાહોદ સ્થિત દોલતગંજ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ૧૦૮ કટોકટી સેવા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂરી પાડવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમ દરમિયાન આપત્તિના સમયે સ્વ-બચાવ, પ્રાથમિક સારવાર (First Aid) અને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાના થતાં પગલાં અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ દાહોદના નાયબ મામલતદાર શ્રી ચેતનભાઈ ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવ્યું હતું.

આ વિશેષ તાલીમ શ� taken in Dahod, Gujrat by @apnudahod
0
an hour ago
Download
પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ ખાતે ધોરણ-૯ અને ૧૧ માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીની તારીખ ૨૨ ઓક્ટોબર સુધી લંબાવી.

શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થા પી. એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પલ્લી, લીમખેડા, દાહોદ–૨ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં ખાલી પડેલી જગ્યાઓ પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રવેશ પરીક્ષા (L.E.S.T - 2027) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને અરજી જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવીને ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.

ઈચ્છુક ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિની અધિકૃત લિંક્સ દ્વારા સંપૂર્ણપણે મફતમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ માટે [https://cbseitms.nic.in/2026/nvsix_9](https://cbseitms.nic.in/2026/nvsix_9) અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓ માટે [https://cbseitms.nic.in/2026/nvsxi_11](https://cbseitms.nic.in/2026/nvsxi_11) લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અરજી ફોર્મમાં સુધ� taken in Dahod, Gujrat by @apnudahod
0
an hour ago
Download
દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં દિવાળી પર્વ નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ લાયસન્સ મેળવવા બાબત

દેવગઢ બારીઆ,દાહોદ:
ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં હંગામી ધોરણે ફટાકડા/દારૂખાનાના વેચાણ માટે સ્ટોલ ઊભા કરવા ઈચ્છતા વેપારીઓ અને અરજદારો પાસેથી લાયસન્સ મેળવવા માટેની અરજીઓ આવકારવામાં આવી છે.

સ્થાનિક નગરપાલિકા કે પંચાયતના પરામર્શમાં રહીને પરવાના માટેની દરખાસ્ત મોડામાં મોડી *તા. ૩૦/૧૦/૨૦૨૬* સુધીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, દેવગઢ બારીઆની કચેરી ખાતે રૂબરૂમાં મોકલી આપવાની રહેશે.

*અરજી પ્રક્રિયા અને જરૂરી વિગતો:*

*અરજી ફોર્મ:* એક્સપ્લોઝિવ રૂલ્સ, ૨૦૦૮ ના નિયત નમૂનાનું અરજી ફોર્મ પ્રાંત કચેરી, દેવગઢ બારીઆ ખાતેથી મળી રહેશે.
 *કોર્ટ ફી સ્ટેમ્પ:* અરજી ફોર્મ પર રૂ. ૩/- નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાનો રહેશે.
*લાયસન્સ ફી:* લાયસન્સ ફી રૂ. ૧૦૦૦/- હિસાબી સદર : "૦૦૭૦-અન્ય વહીવટી સેવા" માં જમા કરાવી taken in Devgadh Bariya, Gujarat, India by @apnudahod
0
an hour ago
Download
સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે "એડવાન્સિસ ઇન વેલ્ડિંગ પાવર સોર્સિસ" વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આચાર્ય ડૉ. કે. બી. જુદાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે "એડવાન્સિસ ઇન વેલ્ડિંગ પાવર સોર્સિસ" (Advances in Welding Power Sources) વિષય પર એક વિશેષ એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ITW ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજર (વેલ્ડિંગ) ડૉ. સુભાષ દાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક પાવર સોર્સ કન્ફિગરેશન, ઇન્વર્ટર ટેકનોલોજી, વેલ્ડિંગ ક્ષેત્રે 'ઇન્ડસ્ટ્રી ૪.૦' નું એકીકરણ તેમજ ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ પાવર સોર્સિસની યોગ્ય પસંદગી અને સંચાલન અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં, ડૉ. સુભાષ દાસે વેલ્ડિંગ ક્ષેત્રે ઉપલબ્ધ રોજગારીની તકો, આંતરરાષ્ટ્રીય સ્તરના લેવલ-૧, લેવલ-૨ અને લેવલ-૩ સર્ટિફિકેશન્સનું મહત્વ તથા વિ taken in Dahod, Gujrat by @apnudahod
0
an hour ago
Download
દાહોદ જિલ્લાનાં લીમખેડા અને સીંગવડ તાલુકામાં દિવાળી નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ લાયસન્સ માટે ૩૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

લીમખેડા,
આગામી દિવાળીના તહેવારને ધ્યાને રાખીને લીમખેડા અને સીંગવડ તાલુકામાં હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છતા વેપારીઓ તથા નાગરિકો માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, લીમખેડા દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને શરતો અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

*અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વની વિગતો:*
અરજી ફોર્મ મેળવવું અને જમા કરાવવું:
લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ મામલતદાર કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવવાનું રહેશે. ફોર્મ પર ₹૩/- નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવીને જરૂરી આધાર-પુરાવા સાથે બે નકલમાં અરજી રજૂ કરવાની રહેશે.

*સરકારી ફી:*
ધ એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ મુજબ સ્કુટીની ફી ₹૩૦૦/- અને લાયસન્સ ફી ₹૬૦૦/- મળી કુલ નિ� taken in Limkheda, Gujarat, India by @apnudahod
0
2 hours ago
Download
નવરાત્રી પર્વે દાહોદ જિલ્લામાં ફૂડ વિચેકિંગ ડ્રાઇવ: ૫૫ પેઢીઓની તપાસ અને ૧૭.૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ 

નવરાત્રીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એમ.બી. ગામેતીના માર્ગદર્શન હેઠળ 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' વાન સાથે ગરબા પંડાલો અને ખાણીપીણીના સ્થળોએ આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

 ૧૧ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરબા ગ્રાઉન્ડ આસપાસની કુલ ૫૫ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીની મદદથી સ્થળ પર જ ૬૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.ગુણવત્તા વગરનો અને એક્સપાયરી ડેટ વાળો ૧૭.૫ કિલો/લીટર અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો.

૧૦ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજી વેપારીઓને સ્વચ્છતા અને ફૂડ હેન્ડલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નફાખોરો સામે તંત્ર દ્વારા આગામી સમ� taken in Dahod, Gujrat by @apnudahod
0
2 hours ago
Download
RTO દાહોદ દ્વારા વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ઓનલાઈન હરાજીની જાહેરાત

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), દાહોદ દ્વારા વિવિધ કેટેગરીના વાહનો માટે પસંદગીના (ગોલ્ડન અને સિલ્વર) નંબરોનું ઈ-ઓક્શન (ઓનલાઈન હરાજી) યોજાશે.

આ હરાજીમાં ફોર-વ્હીલરની નવી સિરીઝ *GJ20 (ALL, AQ, CA, CB, CC)*, ટૂ-વ્હીલરની જૂની સિરીઝ (BG થી BS), ગૂડ્ઝ વ્હીકલ તથા ઓટોરિક્ષાની જૂની સિરીઝના નંબરો ઉપલબ્ધ રહેશે.

*હરાજીનો વિગતો:*

* *ઓનલાઈન અરજી:* ૨૨ અંકટોબર (બપોરે ૪:૦૦ વાગ્યાથી) થી ૨૪ ઓક્ટોબર (બપોરે ૩:૫૯ વાગ્યા સુધી)
* *ઈ-ઓક્શન (બીડિંગ):* ૨૪ ઓક્ટોબર (બપોરે ૪:૦૦ વાગ્યાથી) થી ૨૬ ઓક્ટોબર (સાંજે ૪:૦૦ વાગ્યા સુધી)

*મહત્વની સૂચનાઓ:*

* પસંદગીનો નંબર મેળવવા ઈચ્છુક વાહનમાલિકોએ *[www.parivahan.gov.in](https://www.parivahan.gov.in)*પોર્ટલ પર નોંધણી કરાવી ભાગ લેવાનો રહેશે.
* સેલ ઈનવોઈસ કે વીમાની તારીખથી **૭ દિવસની અંદર** CNA ફોર્મ ભરવું ફરજિયાત છે.
* હરાજીમાં સફળ અરજદારે **૫ દિવસમાં** બાકીની રકમ જમા કરાવવાની રહેશે, અન્યથા ડિપોઝિટ જપ્ત થશે. અસફળ અરજદારોને રક� taken in Dahod, Gujrat by @apnudahod
0
2 hours ago
Download
ભક્તિનો અનોખો રંગ: સાંવરિયા શેઠની થીમ પર ૧૨ કિલોની પાઘડી સાથે ગરબા રમતા મારૂતિ સોની" by @apnudahod
0
2 hours ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up